ગુજરાતના રાજકોટના ભાજપમાં ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીનો મુદ્દો ગરમાયો છે.જેમાં ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂડમાં છે.જ્યારે ભાજપ હાલ આ મુદ્દે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી છે.જો કે દરમ્યાન પાટીદાર મહાસંમલેન યોજવાની વાત પણ સામે આવી રહી છે.તેવા સમયે કોંગ્રેસ નેતા લલીત વસોયાએ પાટીદાર સમાજને અપીલ કરી છે કે ક્ષત્રિય સમાજની લડાઈ પાટીદારો સામે નથીકોઈ નો હાથો ન બનતા.