RBIએ ઇએમઆઇને લઇ મોટી રાહત આપી છે. રેપો રેટને લઇ ફરી એકવાર સમાચાર આવ્યા છે. નાણાકીય નીતિના નિર્ણયોની માહિતી આપતા RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે દર 6.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. આ નિર્ણયથી હવે સતત સાતમી વખત રેપોરેટ યથાવત રહેતા તમારા ઇએમઆઇમાં કોઇ વધધટ થશે નહિ.