ભારતમાં 5 એપ્રિલને રાષ્ટ્રીય દરિયાઈ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1964માં આ દિવસે ધ સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની લિ.ના પ્રથમ જહાજ એસએસ લોયલ્ટીએ યુનાઇટેડ કિંગડમની મુસાફરી કરી ત્યારે નેવિગેશન ઇતિહાસ રચાયો હતો. જે ભારતના શિપિંગ ઇતિહાસ માટે એક નિર્ણાયક પગલું હતું. જ્યારે દરિયાઇ માર્ગો અંગ્રેજો દ્વારા નિયંત્રિત હતા. એટલુ જ નહિ નેશનલ મેરીટાઇમ ડે મહિનાઓ સુધી દરિયામાં રહીને ભારતના વૈશ્વિક વેપાર અને વાણિજ્યમાં નોંધપાત્ર યોગદાન આપનારા બહાદુર લોકોનું સન્માન કરવા માટે આ દિવસ સમર્પિત છે.એટલુ જ નહિ આ દિવસનો હેતુ આ ઉદ્યોગના સંઘર્ષો તરફ લોકોને ધ્યાન દોરવાનો અને અસરકારક રીતે ઉકેલો શોધવામાં મદદ કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે ભારતનો દરિયાઈ ઇતિહાસ ઈસ પૂર્વ 3 હજાર વર્ષ વચ્ચે શરૂ થયો હોવાનું કહેવાય છે.જ્યારે સિંધુ ખીણના રહેવાસીઓએ દરિયાઈ વેપાર શરૂ કર્યો હતો. સિંધુ ખીણના રહેવાસીઓએ પ્રથમ વખત મેસોપોટેમિયા સાથે દરિયાઈ વિનિમય શરૂ કર્યો હોવાનો ઉલ્લેખ છે.
આ સાથે જ એવું પણ માનવામાં આવે છે કે દક્ષિણ ભારતના રાજાઓ જાપાન અને ઈન્ડોનેશિયા સુધી વેપાર કરતા હતા. દરિયાઈ વેપારની દ્રષ્ટિએ ભારત વિશ્વનો 16મો સૌથી મોટો દેશ છે. દેશનો દરિયાઈ વેપાર લગભગ 12 મોટા બંદરો દ્વારા થાય છે. અને દેશના કુલ દરિયા કિનારાની લંબાઈ 7517 કિમી છે. તેમાંથી 1600 કિમીનો સૌથી લાંબો દરિયાકાંઠો ગુજરાત ધરાવે છે. અંગ્રેજો 1608માં સુરત બંદરેથી વેપારના હેતુથી ભારતમાં આવ્યા હતા.