ધ કેરલ સ્ટોરી રિલિઝ થતા જ ખુબ જ સફળ રહી છે. જો કે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને હવે વાંધો ઉઠાવ્યો છે. તેમણે અદા શર્મા સ્ટાર ફિલ્મ ધ કેરળ સ્ટોરી દૂરદર્શન ચેનલ પર પ્રસારિત કરવાનો ઇનકાર કર્યો છે. તેમણે દૂરદર્શનને વિવાદાસ્પદ ફિલ્મનું સ્ક્રીનિંગ પાછું ખેંચવાની અપીલ કરી છે.સાથે જ ટીવી પર ફિલ્મ બતાવવાનો ઇનકાર કરતા કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા ફિલ્મ બતાવવાથી સાંપ્રદાયિક તણાવ વધી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.તેમણે ટ્વીટ કરીને કહ્યું કે “ધ્રુવીકરણ કરતી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’નું પ્રસારણ કરવાનો દૂરદર્શનનો નિર્ણય અત્યંત નિંદનીય છે. વધુમાં તેમણે લખ્યું કેરળ નફરત ફેલાવવાના આવા દૂષિત પ્રયાસોનો સખત વિરોધ કરવાનું ચાલુ રાખશે.”