ચૂંટણી પંચે દિલ્હીના મંત્રી આતિશીને નોટિસ મોકલીને ભાજપ પર કરેલી ટિપ્પણી પર જવાબ માંગ્યો છે. “ભાજપમાં જોડાવું જોઈએ અથવા જેલનો સામનો કરવો જોઈએ” આતિશીના આ નિવેદન પર દિલ્હી બીજેપી ચીફ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે આતિશી જૂઠું બોલી રહી છે. અને તેના આરોપો પાયાવિહોણા છે,ખોટું બોલવું એ AAP પાર્ટીનો સ્વભાવ છે.ચૂંટણી પંચે મંત્રીને તેમના દાવાના સમર્થનમાં પુરાવા રજૂ કરવા જણાવ્યું છે. ચૂંટણી પંચે આતિશીને 6 એપ્રિલે સાંજે 5 વાગ્યા સુધીમાં જવાબ આપવા કહ્યું છે. મંગળવારે આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સમાં આતિષીએ કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ મારા ખૂબ જ નજીકના વ્યક્તિ દ્વારા મને ભાજપમાં જોડાવા માટે સંપર્ક કર્યો છે.