સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં ભોજશાળા સંકુલના ASI સર્વે વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે અરજદાર કાઝી મોઈનુદ્દીનને કહ્યું કે તમે આ કેસમાં હાઈકોર્ટમાં પક્ષકાર નથી.તેથી સુપ્રીમ કોર્ટ તમારી અરજી પર સુનાવણી કરી શકે નહીં.તમે હાઈકોર્ટમાં જઈને તમારા મંતવ્યો રજૂ કરી શકો છો.