રાજ્યમાં ધીમે ધીમે સ્વાઈન ફ્લૂનાં કેસમાં વધારો થઈ રહ્યો છે.ભાવનગર જીલ્લામાં સ્વાઈન ફ્લૂનો કહેર ફરી જોવા મળી રહ્યો છે. સ્વાઈન ફ્લૂથી વધુ એક વૃદ્ધનું મોત થતા લોકો ચિંતામાં ગરકાવ થઈ જવા પામ્યા હતા.ત્યારે બે દિવસ પહેલા એક મહિલાનું સ્વાઈન ફ્લૂનાં કારણે મોત થયું હતું. જ્યારે ગઈકાલે ઘોઘાના વૃદ્ધનું સ્વાઈન ફ્લૂથી મોત થયું હતું.મુજબ ભાવનગર શહેરમાં બે દિવસ પહેલા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ 55 વર્ષીય મહિલાનું સ્વાઈન ફ્લુથી સર.ટી. હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જે બાદ 57 વર્ષીય વૃદ્ધા પણ સ્વાઈન ફ્લૂ પોઝીટીવ આવતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.ત્યારે ભાવનગરમાં સ્વાઈન ફ્લૂથી મૃત્યું આંક બે પહોંચ્યો હતો.