વડોદરા હરણી બોટકાંડના આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી છે.આરોપી પરેશ શાહની પત્ની નૂતન શાહ અને પુત્રી વૈશાખી શાહે જામીન અરજી કરી હતી.સેશન્સ કોર્ટે સુનાવણી બાદ અરજી ના મંજૂર કરી છે.ચાર્જશીટ બાદ બંને મહિલા આરોપીઓએ જમીન અરજી કરી હતી.વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલ ના 23થી વધુ બાળકો શિક્ષકો સાથે મોટનાથ તળાવમાં પિકનીક પર આવ્યાં હતા પરંતુ બોટમાં ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડાયા હતા અને તેને કારણે તળાવના રાઉન્ડ વખતે બેલેન્સ ખોરવાતાં બોટ ઊંધી થઈ ગઈ હતી જેમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા જોકે તાબડતોબ શરુ કરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં 10 બાળકો અને 2 ટીચરને બચાવી લેવાયા હતા જ્યારે 12થી વિદ્યાર્થીઓ અને બે શિક્ષકના મોત થયાં હતા. હરણી તળાવમાં ડૂબી જવાથી 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે.હર્ષ સંઘવી પણ વડોદરા પહોંચ્યાં હતા.