કર્ણાટકના બેલ્લારી શહેરમાં 5.60 કરોડ રૂપિયા રોકડા, ત્રણ કિલો સોનું, 100 કિલોથી વધુ ચાંદીના ઘરેણાં અને 68 ચાંદીના બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા છે. તેની કુલ કિંમત 7.60 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ તમામ રોકડ અને દાગીના જ્વેલરી શોપના માલિક નરેશના ઘરેથી મળી આવ્યા છે. પૂછપરછ માટે તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસને આ કેસમાં હવાલા લિંકની શંકા છે. કર્ણાટક પોલીસ એક્ટની કલમ 98 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જો કે વધુ તપાસ ચાલુ છે. હેમા જ્વેલર્સના માલિક નરેશ સોનીને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસને શંકા છે કે જપ્ત કરાયેલી વસ્તુઓ હવાલા ટ્રાન્ઝેક્શનની આવક છે. કથિત વ્યવહારની વધુ તપાસ માટે પોલીસે કેસ નોંધ્યો છે.