વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના બસ્તરથી સભા સંબોધી હતી.જેમાં તેમણે પોતીની સરકરાના 10 વર્ષમા કરેલા કાર્યો લોકો સમક્ષ જરૂ કરને વિકસિત ભારતની વાત કરી હતી.સાથે જ વિપણ અને ખાસ કરીને કોંગ્રેસને ભ્રષ્ટાચાર મુદ્દે આડે હાથ લીધી હતી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે”છત્તીસગઢના લોકો બસ્તરના મારા ભાઈઓ અને બહેનોએ મોદીની ગેરંટી મંજૂર કરી છે.આજે એ જ વિશ્વાસ સાથે આખો દેશ કહી રહ્યો છે કે ફરી એકવાર મોદી સરકાર.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે “અમારી સરકારે ગરીબો માટે એક પછી એક યોજનાઓ બનાવી,તેમને તેમના હક આપ્યા.સરકારના આ પ્રયાસોનું પરિણામ છે કે દેશના 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.નરેન્દ્ર મોદીએ કહ્યું,”દેશની ગરીબ જનતા આજે કહી રહી છે કે,”ખર્ચ ઘટાડો,બચત વારંવાર કરો,પણ મોદી સરકાર ફરી એકવાર.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,”આઝાદી બાદથી કોંગ્રેસ વિચારતી હતી કે તેની પાસે દેશને લૂંટવાનું લાયસન્સ છે.પરંતુ 2014માં સત્તામાં આવ્યા બાદ મોદીએ કોંગ્રેસને લૂંટવાનું લાઇસન્સ રદ્ કરી દીધું છે.”
વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે મારે તમારા માટે વધુ એક કામ કરવાનું છે. જ્યારે હું સંગઠનમાં કામ કરતો હતો,ત્યારે હું દરેક જગ્યાએ જતો હતો,પરંતુ હવે હું જઈ શકતો નથી.તમારે જવું પડશે,ઘરે-ઘરે જઈને કહેવું પડશે કે મોદીજીએ રામ રામ કહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે ભાજપે જ છત્તીસગઢને પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી આપ્યા.બજેટમાં પાંચ ગણો વધારો કરવામાં આવ્યો છે.તમારું સપનું મોદીનું સપનું છે આને પૂર્ણ કરવા માટે, દરેક ક્ષણ દેશના નામે છે અને દરેક ક્ષણ તમારા નામે છે જે 24 કલાક તમારા માટે કામ કરે છે.પહેલીવાર 24 હજાર કરોડ રૂપિયાની યોજના બનાવવામાં આવી છે.તેના દ્વારા દરેક આદિવાસી પરિવારનું જીવન સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.મારો હેતુ દેશનો વિકાસ કરવાનો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું કહું છું કે ભ્રષ્ટાચારીઓને જેલમાં જવું પડશે,આ મારી ગેરંટી છે.રામ નવમી દૂર નથી,આ વખતે રામ લલ્લા ટેન્ટમાં નહીં મંદિરમાં દેખાશે.રામના મામાનું ઘર છત્તીસગઢ આને લઈને સૌથી વધુ ખુશ છે.પરંતુ કોંગ્રેસને આ પસંદ ન આવ્યું અને ત્યાં પહોંચેલા નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. તેમણે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યુ કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ છે.અહીં ગરીબ પરિવારોને કાયમી મકાનો આપવામાં આવ્યા હતા.જેમને યોજનાનો લાભ નથી મળ્યો તેમને ખાતરી આપો કે તેમને પણ પાંચ વર્ષમાં લાભ મળશે.તેઓ ઘર આપી રહ્યા છે અને તેના માલિકી હક્ક પણ મહિલાઓને આપી રહ્યા છે.અમે ત્રણ કરોડ દીદીઓને કરોડપતિ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.પીએમ મોદીએ કહ્યું કે મેં લોકોની દુકાનો બંધ કરી દીધી છે,હવે મારી સુરક્ષા કોણ કરશે,તમે કરશો.અમે છત્તીસગઢમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારની તપાસ કરી રહ્યા છીએ.તેઓ લાકડીઓ વડે મોદીનું માથું તોડવાની વાત કરી રહ્યા છે પણ મોદી ડરતા નથી ગરીબોને લૂંટનારાઓને ચોક્કસ સજા થશે.
પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલા કોંગ્રેસની સરકાર દરમિયાન જ્યારે એક રૂપિયો દિલ્હીથી નીકળતો હતો ત્યારે 15 પૈસા અહીં પહોંચતો હતો.અમે આ સિસ્ટમ બંધ કરી દીધી અને 34 લાખ કરોડ રૂપિયા સીધા ગરીબોના ખાતામાં મોકલી દીધા.સીધા પૈસા મોકલીને કોઈ એક રૂપિયો પણ કમાઈ શક્યું નહીં.કોંગ્રેસની સરકાર હોત તો આખા પૈસા ખાઈ ગયા હોત.
વધુમાં PM મોદીએ કહ્યું કે અમે સસ્તી દવાની દુકાન ખોલી,દુનિયામાં કોરોના સંકટ આવ્યું,લોકો કહેતા હતા કે ભારત કેવી રીતે બચશે.ગરીબોનું શું થશે? અમે ગરીબોને મફત રસી અને રાશન આપવાનું વચન આપ્યું હતું અને જ્યારે અન્ય દેશોમાં ખોરાક અને દવા માટે હાહાકાર મચ્યો ત્યારે અમે મફત રાશન અને રસી આપી હતી.આજે પણ મફત રાશન આપી રહ્યા છે અને આવતા 5 વર્ષ સુધી આપશે.મફત રાશન મળવાથી પૈસાની બચત થઈ રહી છે.ગરીબ પોતાનું સપનું પૂરું કરી રહ્યો છે.પરંતિ ભ્રષ્ટાચારથી ગરીબો સૌથી વધુ પીડાય છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે રામ મંદિરનું સમર્થન કરનારા નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.કોંગ્રેસે રામ મંદિરના આમંત્રણને ફગાવી દીધું છે.કોંગ્રેસ રામ મંદિરના નિર્માણથી ખુશ નથી.