દિલ્હી હાઈકોર્ટ તરફથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે EDની ધરપકડ સામે કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે દારૂ કૌભાંડમાં કેજરીવાલની ધરપકડ માન્ય છે. તો આ તરફ દિલ્હી હાઈકોર્ટ દ્વારા મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી ફગાવી દેવા મામલે ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું,”આમ આદમી પાર્ટીનો અહંકાર ચકનાચૂર થઈ ગયો.સ્વ-ઘોષિત કટ્ટર ઈમાનદાર અરવિંદ કેજરીવાલનું પાત્ર ધારદાર તથ્યો સાથે સંપૂર્ણપણે તે સાબિત થઈ ગયું.તો AAP નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું,અમને સુપ્રીમ કોર્ટમાં પૂરો વિશ્વાસ છે જે રીતે સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી તેવી જ રીતે અરવિંદ કેજરીવાલને પણ સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળશે.તેમણે કહ્યુ અમે હાઈકોર્ટના નિર્ણયને માન આપીએ છીએ અને આદરપૂર્વક કહીએ છીએ કે અમે આ નિર્ણય સાથે સહમત નથી અને અમે તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જઈશું અનેઅમારા વિચારો રજૂ કરીશું.”