શ્રીનગરના સૌરા વિસ્તારમાં 35 વર્ષ બાદ શિવ મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા છે. મંગળવારે નવરાત્રિ નિમિત્તે મંદિરમાં વિશેષ પૂજા થઈ હતી.આ દરમિયાન શ્રીનગરના પ્રવાસે આવેલા હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે પણ પૂજામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે કાશ્મીરી પંડિતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાથે જ વિશેષ પ્રાર્થનાની સાથે સાથે મંદિર પરિષર ભગવાન શિવ અને માતા પાર્વતીની સ્તુતિ ગુંજી ઉઠી છે.મહત્વનું છે કે નવરેહને કાશ્મીરમાં નવા વર્ષનો પહેલો દિવસ માનવામાં આવે છે.દેશના વિવિધ ભાગોમાં વિસ્થાપનનો સામનો કરી રહેલા કાશ્મીરી પંડિત સમુદાયના ઘણા લોકો નવરેહની ઉજવણી કરવા ખીણમાં પહોંચે છે.
જિલ્લાના સૌરા વિસ્તારમાં ક્યારેક અઝાન અને આરતી એકસાથે સંભળાતી હતી. પરંતુ 90ના દાયકામાં જ્યારે કાશ્મીરી પંડિતો અશાંતિના કારણે કાશ્મીર ખીણમાંથી પલાયન કર્યું હતુ. ત્યારે મંદિરોમાં ઘંટનાદનો આવાજ ઓઝલ થઇ ગયો હતો. અને ઘાટીમાં સન્નાટો છવાઇ ગયો હતો. હવે ફરી એકવાર સ્થિતિ સામાન્ય થયા બાદ કાશ્મીરી પંડિતોએ અહીં પાછા ફરવાનું શરૂ કર્યું છે.
એવું કહેવાય છે કે દર વર્ષે નવરાત્રીના અવસરે અહીં ભવ્ય મેળો ભરાય છે.અહીં દરેક વયજૂથના સેંકડો ભક્તો એકઠા થતા હતા.કેન્દ્રની મોદી સરકાર દ્વારા 370ની કલમ હટાવ્યા બાદ હવે ફરી એકવાર અહીં ખોવાયેલ ગૌરવ પાછું આવવા લાગ્યું છે.