દારૂ નીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે. તાજેતરના કેસમાં દિલ્હી વિજિલન્સ વિભાગની ટીમે તેમના અંગત સહાયક વિભવ કુમાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.
અરવિંદ કેજરીવાલના અંગત સહાયક વિભવ કુમારને તેમની સેવાઓમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. તકેદારી વિભાગના વિશેષ સચિવ વાય. વી.વી.જે. રાજશેખરે તેમની સામે 2007ના પેન્ડિંગ કેસને ટાંકીને આ કાર્યવાહી કરી છે. જેમાં તેના પર સરકારી કામમાં અડચણ ઉભી કરવાનો અને ફરિયાદીને અપશબ્દો અને ધમકી આપવાનો આરોપ મુકાયો હતો. વિભવ કુમાર વિરુદ્ધ ષડયંત્ર અને SC/ST હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.