આજે શુક્રવારે પીએમ મોદી જમ્મુ-કાશ્મીરના ઉધમપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ચૂંટણી રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમએ કહ્યું કે કોંગ્રેસે અહીં કલમ 370ની દીવાલ ઊભી કરી હતી અને અમે 60 વર્ષની સમસ્યાઓનું સમાધાન કર્યું.
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370નો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં અમે 60 વર્ષની સમસ્યાઓનું સમાધાન કર્યું. અમારી સરકારે પડકારોને પડકાર્યા. મેં સમસ્યાઓ હલ કરવાનું વચન આપ્યું હતું જે પૂરૂ કરીને બતાવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ, અલગતાવાદ અને પથ્થરબાજી હવે કોઈ મુદ્દો નથી.
પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ, અલગતાવાદ, પથ્થરમારો, સરહદ પારથી ગોળીબાર… આ હવે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીના મુદ્દા નથી. અગાઉ માતા વૈષ્ણો દેવીની યાત્રા હોય કે અમરનાથ યાત્રા હોય, તેને સુરક્ષિત રીતે કેવી રીતે ચલાવવી તેની ચિંતા હતી. પરંતુ આજે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આજે જમ્મુ-કાશ્મીરમાં વિકાસ થઈ રહ્યો છે અને વિશ્વાસ પણ વધી રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું, “સત્તા ખાતર કોંગ્રેસે અહીં કલમ 370ની દીવાલ ઊભી કરી હતી. અમે દિવાલ 370 તોડી નાખી. કોંગ્રેસે કલમ 370ને લઈને ભ્રમ ઉભો કર્યો હતો. કલમ 370ના સમર્થકોને જમ્મુ અને કાશ્મીરના લોકોએ ફગાવી દીધા હતા. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં જમ્મુ-કાશ્મીર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. સૌથી મોટી વાત એ છે કે અહીંના લોકોના મન બદલાયા છે.
તેમણે કહ્યું, “મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થશે. તમને યાદ છે કે કેવી રીતે કોંગ્રેસની નબળી સરકારોએ દાયકાઓ સુધી શાહપુરકાંડી ડેમને અટકાવ્યો હતો. જમ્મુના ખેડૂતોના ખેતરો સુકાઈ ગયા હતા અને ગામડાઓમાં અંધારું હતું, પણ આપણા રાવીનું પાણી પાકિસ્તાનમાં જતું હતું. મોદીએ ખેડૂતોને ગેરંટી આપી હતી અને પૂરી પણ કરી છે.
પીએમએ કહ્યું, “મોદી બહુ આગળનું વિચારે છે. તો અત્યાર સુધી જે થયું છે તે માત્ર ટ્રેલર છે. મારે નવા જમ્મુ અને કાશ્મીરનું નવું અને અદ્ભુત ચિત્ર બનાવવામાં વ્યસ્ત થવું પડશે. એ સમય દૂર નથી જ્યારે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળશે, તમે તમારા ધારાસભ્યો અને તમારા મંત્રીઓ સાથે તમારા સપના શેર કરી શકશો.