ભારતીય જનતા પાર્ટીના નેતા બંસુરી સ્વરાજે દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટી પર નિશાન સાધતા કેટલાક સવાલો ઉઠાવ્યા હતા.તેમણે કહ્યું કે,”દિલ્હી દેશની રાજધાની છે,દિલ્હી દેશનું હૃદય છે અને તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સત્તાના પ્રેમમાં એટલા નશામાં છે કે તેઓ જેલમાંથી સરકાર ચલાવવા આતુર છે.શું? આમ આદમી પાર્ટીમાં ટેલેન્ટની અછત છે?તમારી પાસે 60 થી વધુ ધારાસભ્યો છે.શું તેમાંથી એક પણ મુખ્યમંત્રી બનવા માટે સક્ષમ નથી? તમે દિલ્હીની જનતાને નુકસાન પહોંચાડવાનું બંધ કરો.