રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિવાદિત નિવેદન પર ક્ષત્રિયોએ રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું,જેમાં ક્ષત્રિયોએ ભાજપને ચાર દિવસનું અલ્ટિમેટમ આપ્યું,તા.19ના સાંજે ફોર્મ પાછુ ખેંચવાનો સમય પૂરો થશે પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડતા હશે તો આ આંદોલન માત્ર તેમના એક વિરુદ્ધ નહીં પણ ભાજપ વિરુધ્ધ થશે,આંદોલનની આ આગ વધુ ભભુકીને તેની જવાળાઓ ગુજરાતની તમામ 26 બેઠકો સુધી તથા સમગ્ર દેશમાં ફેલાશે.