કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અગરતલામાં એક જાહેર સભાને સંબોધિત કરતાં કહ્યુ હતું કે,”નરેન્દ્ર મોદી સરકારે આદિવાસીઓના સન્માન,તેમની સુરક્ષા અને સર્વસમાવેશક વિકાસ માટે માત્ર દેશભરમાં વિકાસના કામો જ કર્યા નથી,પરંતુ કોંગ્રેસ અને સામ્યવાદીઓ વર્ષો સુધી શાસન કરતા રહ્યા,પરંતુ આઝાદીના 75 વર્ષ પછી નરેન્દ્ર મોદીજીએ ગરીબ આદિવાસીની દિકરી દ્રૌપદી મુર્મુને મહામહિમ બનાવીને આદિવાસીઓનું સન્માન કરવાનું કામ કર્યું છે.