મહારાષ્ટ્રના થાણેમાં ચાર વર્ષની બાળકી પર બળાત્કાર કરવા બદલ મુંબઈ મેટ્રોપોલિટન રિજનના ભાયંદરના 45 વર્ષીય કસાઈની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.
આ વિશે માહિતી આપતાં ભાઈંદર પૂર્વના નવઘર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કારની સજા) અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ વ્યક્તિનું નામ મોહમ્મદ દરાજ હોવાનું કહેવાય છે. પોલીસ ગુનામાં ચોક્કસ ઘટનાક્રમની તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે આ બાબતને લઈને સ્થાનિક લોકો નારાજ છે. આવી સ્થિતિમાં ગુસ્સે ભરાયેલા લોકોએ મટનની દુકાન ચલાવતા આરોપી પર હુમલો કર્યો અને તેને પોલીસને સોંપતા પહેલા તેની દુકાનને નુકસાન પહોંચાડ્યું.
વ્યક્તિની ધરપકડ બાદ લોકો નવઘર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થઈ ગયા હતા અને આરોપીને તેમને સોંપવાની માંગ કરવા લાગ્યા હતા. જોકે પોલીસે મામલો શાંત પાડ્યો હતો.