ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં ભારતીય બેટ્સમેનો શાનદાર ફોર્મમાં છે.આ સિઝનમાં અત્યાર સુધી તમામ ભારતીય બેટ્સમેન ઓરેન્જ કેપની યાદીમાં ટોપ-8માં છે. આવું પહેલા ક્યારેય બન્યું નથી.મુંબઈ ઈન્ડિયન્સ ના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર બેટિંગ કરતાં તેની IPL કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. આ સદીની મદદથી રોહિતે ઓરેન્જ કેપની યાદીમાં ટોપ 5માં મોટી છલાંગ લગાવી છે.આ મેચમાં રોહિતે 63 બોલમાં 11 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 105 રનની અણનમ ઈનિંગ રમી હતી.આ સાથે તેણે છ મેચમાં 261 રન બનાવ્યા છે અને આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં તે 5માં નંબર પર આવી ગયો છે. આ યાદીમાં ટોચના સ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી છે.કોહલીએ છ મેચમાં 79.75ની શાનદાર એવરેજથી 319 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 141.78 રહ્યો છે.