રામનવમીના અવસરે અયોધ્યા રામમંદિરના દર્શને જવા ભક્તોની ભારે ભીડ જામવાની છે,હમણાંથી અયોધ્યા જતી ટ્રેન તમામ ટ્રેનો ફુલ થઇ ગઇ છે,ત્યારે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે ભક્તોને ઓનલાઇન દર્શન કરવાની અપીલ કરી છે.એવો અંદાજ છે કે અયોધ્યામાં નવા મંદિરમાં ભગવાન રામના દર્શન કરવા આ વર્ષે રામ નવમી પર દેશભરમાંથી મોટી સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા પહોંચી શકે છે.આ કારણે નાના શહેર અયોધ્યાની વર્તમાન વ્યવસ્થા અપૂરતી સાબિત થઈ શકે તેમ છે.આ જ કારણ છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ભીડ ઘટાડવા માટે આવી અપીલ કરવાની ફરજ પડી છે.