જમ્મુ અને કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં છુટાછવાયા વરસાદ સાથે 16 એપ્રિલે રામબનમાં ભૂસ્ખલન થવાની ઘટના બની હતી. જેના કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવામાં આવ્યો હતો.ભારતીય હવામાન વિભાગ IMDએ આગામી ત્રણ દિવસ સુધી પ્રદેશમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે.હાઇવે બંધ થવાથી વાહનોની અવરજવરમાં પણ વિક્ષેપ પડ્યો છે. વહિવટી તંત્રએ સ્થાનિકોને બિનજરૂરી મુસાફરી ન કરવા સલાહ આપી છે.