રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે IPL 2024માંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. ગ્લેન મેક્સવેલે RCBની સિઝનની છઠ્ઠી હાર બાદ મીડિયા સાથે વાત કરતા આ વાતનો ખુલાસો કર્યો હતો, જોકે, ગ્લેન મેક્સવેલ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે RCBના પ્લેઇંગ 11નો ભાગ નહોતો. તેમના સ્થાને વિલ જેક્સને લેવામાં આવ્યો હતો. મેક્સવેલે ખુલાસો કર્યો કે તેણે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને અન્ય ખેલાડીને અજમાવવા માટે વિનંતી કરી હતી.મેક્સવેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ સમયે તે શારીરિક અને માનસિક રીતે સારી સ્થિતિમાં નથી. આ જ કારણ છે કે તેણે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરે સ્પષ્ટતા કરી નથી કે તે ક્યારે પરત ફરશે.