પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ આજે 18 અપ્રિલને ગુરૂવારે વિજય મુહૂર્ત એટલે કે બપોરે 12:39 વાગ્યે નવસારીના લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાના હતા.તે માટે આજે ભવ્ય રોડ શો પણ કર્યો હતો.પરંતુ રોડ શો માં કાર્યકરો અને લોકો એટલી મોટી સંખ્યામાં પહોંચ્યા કે રોડ શો ને લીધે સી.આર.પાટીલ વિજય મુહૂર્તમાં સ્થળ પર પહોંચી શક્યા જ નહોતા.તેથી તેઓ રોડ શો કરી પરત ફર્યા અને તેમણે આવતી કાલે 19 એપ્રિલ ને શુક્રવારે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી છે.