ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7 મેના રોજ યોજવાની છે, પરંતુ તે પહેલા ગુજરાતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે,જેમા લોકસભા ચૂંટણી 2024ના પરિણામો 4 જૂને જાહેર થવાના છે, પરંતુ તે પહેલા ભાજપે એક બેઠક જીતી લીધી છે. મતદાન પહેલા જ આ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વાસ્તવમાં ગુજરાતની સુરત લોકસભા સીટ પર ભાજપને આ જીત મળી છે સુરત લોકસભા સીટ પર છેલ્લા બે-ત્રણ દિવસથી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ અંગે ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ગઈકાલે રવિવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન અમાન્ય જાહેર કરવામાં આવ્યું હતું.