રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આજે સોમવારે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરમાં 9 સ્થળોએ આતંકવાદી ગતિવિધિઓ સંબંધિત એક કેસમાં ઝડપી દરોડા પાડ્યા હતા. એજન્સીએ 2022માં નોંધાયેલા કેસ હેઠળ આતંકવાદ સાથે સંકળાયેલા શકમંદોના સ્થળો પર આ દરોડા પાડ્યા હતા.
આ અંગે તપાસ એજન્સીને વિશેષ માહિતી મળી હતી. મળતી માહિતી મુજબ, આ કેસ સાથે સંબંધિત શંકાસ્પદ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ સાથે સંકળાયેલો છે. આ પહેલા આ વર્ષે 10 ફેબ્રુઆરીએ NIAએ જમ્મુ-કાશ્મીરમાં એક સાથે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.
આપને જણાવી દઈએ કે ગઈકાલે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં એક શાળાના મુખ્ય શિક્ષકની બે ચાઈનીઝ ગ્રેનેડ અને એક પાકિસ્તાની પિસ્તોલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેનું નામ કમરુદ્દીન જણાવવામાં આવ્યું છે. તે પૂંચમાં યોજાનારી ચૂંટણી દરમિયાન આ હથિયારોનો ઉપયોગ કરવા જઈ રહ્યો હતો.