કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં RCB નાબેટ્સમેન વિરાટ કોહલી અને અમ્પાયરનો ઝઘડો થયો હતો. જેના કારણે BCCIએ કોહલી સામે કાર્યવાહી કરી છે. કોહલીને એવા બોલ પર આઉટ આપવામાં આવ્યો હતો જે કમરથી ઊંચા નો-બોલ જેવો દેખાતો હતો. અમ્પાયરો અને બ્રોડકાસ્ટરે નિર્ણયને માન્ય રાખેલ. અમ્પાયરના આ નિર્ણથી વિરાટે આ અંગે અમ્પાયરો સાથે દલીલ કરી જે બાદ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ BCCIએ વિરાટને મેચ ફીના 50 ટકા દંડ ફટકાર્યો છે