લોકસભા ચૂંટણી 2024 ના અતિમ એટલે કે 7 મા તબક્કાના પ્રચાર પડઘમ આજે 30 મે ને ગુરૂવારની સાંજથી થંભી જશે.અને નેતાઓ જાહેર કાર્યક્રમો નહી કરી શકે માત્ર ડોર ટુ ડોર પ્રચાર કાર્ય ચાલશે.તો વળી સમગ્ર લોકસભા ચૂંટણી 2024ના પ્રચારનો પણ આજે છેલ્લો દિવસ છે.
- 7મા તબક્કામાં ક્યાં થશે મતદાન
સામાન્ય ચૂંટણીના આ છેલ્લા અને 7 માં તબક્કામાં 8 રાજ્યોની 57 બેઠકો પર મતદાન થનાર છે.તેમાં ઉત્તર પ્રદેશમાં 13 બેઠકો,બિહારની 8,ઓડિશાની 6,ઝારખંડની ત્રણ,હિમાચલ પ્રદેશની 4,પશ્ચિમ બંગાળની 9,અને ચંદીગઢની એક બેઠક પર મતદાન થશે.
- છેલ્લા દિવસે કયા નેતા ક્યાં કરશે પ્રચાર
લોકસભા ચૂંટણીના છ તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે અને આગમી 1 લી જૂનના રોજ 7 મા તબક્કાનું મતદાન થશે ત્યારે તેના 48 કલાક પહેલા એટલે કે આજે 30 મે ને ગુરૂવીરની સાંજથી પ્રચાર પડઘમ શાંત થશે.જોકે તે પહેલા આજે પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધા નરેન્દ્ર મોદી પંજાબમાં પ્રચાર કરી જાહેર સભા સંબોધશે.તેઓ હોશીયારપુરમાં સભા સંબોધશે,તે પછી તેઓ સાંજે કન્યાકુમારી જવા રવાના થશેઅને તેઓ 1 લી જૂનની સાંજ સુધી ત્યા ધ્યાન ધરશે.તો વળી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પંજાબમાં ત્રણ સભાને સંબોધશે. - વડાપ્રધાન આજે ક્યાં કરશે સભા
લોકસભા ચૂંટણીના છ તબક્કા પૂર્ણ થયા છે. આજે સાંજે છેલ્લા અને સાતમા તબક્કાના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના હોશિયારપુરમાં રેલીને સંબોધિત કરશે. રેલી સવારે 11 વાગ્યે શરૂ થશે. આ પછી પીએમ મોદી આજે સાંજે કન્યાકુમારી જવા રવાના થશે. તેઓ 1 જૂનની સાંજ સુધી અહીં ધ્યાન કરશે. તે જ સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પ્રચાર પર પ્રતિબંધ મૂકતા પહેલા પંજાબમાં ત્રણ રેલીઓ કરશે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્યાન માટે જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રચાર પડઘમ શાંત થયા બાદ કન્યાકુમારી સ્થિત રોક મેમોરિયલ માં ધ્યાન માટે જશે અને 1લી જૂનના સાંજ સુધી ધ્યાન મંડપમાં ધ્યાન કરશે.ત્યારે તેમની સુરક્ષાનું પણ ધ્યાન રખાયુ છે.તેમની સુરક્ષા માટે બે હજાર પોલીસ જવાનો તૈનાત રહેશે. નોંધનિય છે કે અહી સ્વામી વિવેકાનંદજીએ ધ્યાન કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યુ અને વિકસિત ભારતનું સ્વપ્ન સેવ્યુ હતુ.