ભારતની આર.પ્રજ્ઞાનંદાએ બુધવારે નોર્વેના મેગ્નસ કાર્લસનને હરાવી 2024 નોર્વે ચેસ ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડ પછી પ્રથમ લીડ લીધી.18 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટરે કાર્લસનને હરાવ્યો અને નોર્વે સામે તેની પ્રથમ જીત નોંધાવી.
આ જીત સાથે, પ્રજ્ઞાનંદે 5.5/9 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટમાં પ્રથમ લીડ મેળવી ,કાર્લસન હવે પાંચમા સ્થાન પર ,ફેબિયાનો કારુઆનાએ ક્લાસિકલમાં ડીંગ લિરેનને હરાવ્યો, તે ત્રણેય પોઈન્ટ મેળવનાર બીજો ખેલાડી બન્યો, જ્યારે હિકારુ નાકામુરાએ આર્માગેડનમાં અલીરેઝા ફિરોઝાને હરાવ્યો.
પ્રથમ, હમ્પી કોનેરુએ લેઈ ટિંગજીને હરાવ્યો પછી, પિયા ક્રેમલિંગે ઝુ વેનજુનને 1.5 પોઈન્ટ આપીને તેની મેચ ડ્રો કરી, પછી વૈશાલી રમેશબાબુએ અન્ના મુઝીચુકને ડ્રો પર રોક્યો અને સ્ટેન્ડિંગમાં તેની એક પોઈન્ટની લીડ જાળવી રાખી.