વર્ષ 2001મા રોજ હોટેલિયરની હત્યા કેસમાં ગેંગસ્ટર છોટા રાજનને દોષિ કરાર આપ્યો છે.મુંબઈની વિષેશ કોર્ટે સુનાવણી કરતા આજે 30 મે ને ગુરૂવારના રોજ જયા શેટ્ટી હત્યાના આરોપી છોટ રાજનને દોષિત ઠેરવ્યો છે જોકે સજાની જાહેરાત હવે પછી થશે.
સમગ્ર ઘટના અંગે વિગત જોઈએ તો કુખ્યાત ડોન છોટા રાજનને મુંબઈની વિશેષ અદાલતે મુંબઈના ગામદેવી સ્થિત ગોલ્ડન ક્રાઉન હોટલના માલિક જયા શેટ્ટીને છોટા રાજન ગેંગ તરફથી ખંડણીની ધમકીઓ આપવામાં આવી રહી હતી,અને 4 મે 2001ના દિવસે હોટલના પ્રથમ માળે ગેંગના બે કથિત સભ્યોએ જયા શેટ્ટીની ગોળી મારી હત્યા કરી હતી.
આ ચકચારી ભર્યા કેસમાં મુંબઈના વિશેષ અદાલતે છોટા રાજનને દાષિત ઠેરવ્યો છે. મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ MCOCA એક્ટ હેઠળના કેસ માટે વિશેષ ન્યાયાધિશ એ.એમ.પાટીલે ભારતીય દંડ સંહિતાની જોગવાઈ અન્વયે દોષિત ઠેરવ્યો હતો.કોર્ટે સજાની જાહેરાત હવે પછીથી કરવામાં આવશે.