ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કેટલીક વિદેશી બાબાતો પણ આજે 30 મે ને ગુરૂવારે વાત કરી હતી,જેમાં લાહોર ઘોષણ પર નવાજ શરીફની ટિપ્પણી,રફાહ વિસ્થાપન શિબિર મામલો તેમજ બિશ્કેકમાં વિદ્યાર્થીઓની સ્થિતિ જેવા મુદ્દે પત્રકારો સમક્ષ નિવેદન આપી વગતો આપી હતી.
લાહોર ઘોષણા પર નવાઝ શરીફની ટિપ્પણી પર દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “તમે આ મુદ્દા પર અમારી સ્થિતિથી વાકેફ છો.અમે જોયું છે કે પાકિસ્તાનમાં પણ વાસ્તવિકતા આધારિત અભિગમ સામે આવી રહ્યો છે.”
તો વળી રફાહની સ્થિતિ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે,”રફાહમાં વિસ્થાપન શિબિરમાં નાગરિકોના હૃદયદ્રાવક મૃત્યુ એ ઊંડી ચિંતાનો વિષય છે.અમે નાગરિક વસ્તીના રક્ષણ અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદીઓ કાયદાઓના સન્માન માટે આહ્વાન કરીએ છીએ.ચાલુ સંઘર્ષમાં અમે એ પણ નોંધીએ છીએ કે ઇઝરાયેલી પક્ષે પહેલેથી જ તેને દુ:ખદ અકસ્માત તરીકે સ્વીકાર્યું છે અને ઘટનાની તપાસની જાહેરાત કરી છે.”
બિશ્કેકની સ્થિતિ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે,બિશ્કેકમાં સ્થિતિ સામાન્ય છે.બે અઠવાડિયા પહેલા અન્ય દેશોના વિદેશી વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલી કેટલીક ઘટનાઓ બની હતી જેના કારણે અમારા વિદ્યાર્થીઓ ચિંતિત હતા.અમારા દૂતાવાસે તાત્કાલિક સંપર્ક કર્યો હતો.ભારતીય વિદ્યાર્થીઓ તેમની સલામતી અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે 24X7 હેલ્પલાઈન ખોલે છે અને જે વિદ્યાર્થીઓ ઉનાળાની રજાઓ દરમિયાન ઘરે જવા ઈચ્છે છે તેમના માટે ઉપલબ્ધ છે.”