1 એપ્રિલથી 9 મે સુધીના કેજરીવાલના સ્વાસ્થ્ય રિપોર્ટમાં ખુલાસો થયો છે કે જ્યારે 1 એપ્રિલે કેજરીવાલનું વજન 65 કિલો હતું ત્યારે AAPના દાવાથી વિપરીત 29 એપ્રિલે કેજરીવાલનું વજન 1 કિલો વધીને 66 કિલો ગ્રામ થઈ ગયું હતુ.
હાઈલાઈટ્સ
અરવિંદ કેજરીવાલનું જેલમાં વજન વધ્યું
તિહાર જેલે અરવિંદ કેજરીવાલનો વજનનો રિપોર્ટ રજૂ કર્યો
દારૂ કૌભાંડ કેસમાં જેલમાં હતા અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટી દ્વારા કજરીવાલનું વજન ઘટ્યું હોવાનુ કર્યો હતો દાવો
અરવિંદ કેજરીવાલ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જેલમાં હતા ત્યારે આમ આદમી પાર્ટી ખૂબ હોબાળો મચાવી રહી હતી. પરંતુ, હવે તિહાર જેલ પ્રશાસને અરવિંદ કેજરીવાલના વજનનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેના કારણે આમ આદમી પાર્ટીની તમામ રણનીતિ પર પાણી ફરી વળ્યું છે.
શું છે સમગ્ર મામલો
અરવિંદ કેજરીવાલની દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી તેઓ તિહાર જેલમાં બંધ છે. પહેલા તો આમ આદમી પાર્ટીએ તેને લોકશાહીની હત્યા ગણાવી હતી. ત્યારબાદ જેલભરો મતના જવાબમાં એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે આમ આદમી પાર્ટીની આ યોજના પણ નિષ્ફળ ગઈ ત્યારે આમ આદમી પાર્ટીએ નવી સ્કીમ શરૂ કરી. AAPએ પ્રચાર કર્યો કે કેજરીવાલને ડાયાબિટીસ છે, તેમનું શુગર લેવલ સતત વધી રહ્યું છે અને તેમનું વજન સતત ઘટી રહ્યું છે. મોદી સરકાર કેજરીવાલની હત્યા જેલમાં જ કરાવવા માંગે છે.
આવા તમામ પાયાવિહોણા દાવા આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતા આતિશી માર્લેનાએ દાવો કર્યો હતો કે EDની કસ્ટડી દરમિયાન કેજરીવાલે 6-7 કિલો વજન ઘટાડ્યું હતું. આતિશીએ કહ્યું કે કોઈ પણ કારણ વગર વજન ઘટવું કોઈ બીમારીનું કારણ હોઈ શકે છે.
જો કે હવે તિહાર પ્રશાસને આ રિપોર્ટ જાહેર કરતાં કેજરીવાલની પાર્ટીના જુઠ્ઠાણાઓનો પર્દાફાશ થયો છે. જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલે રાઉઝ એવન્યુ કોર્ટમાં વચગાળાના જામીન વધુ 7 દિવસ લંબાવવા માટે અરજી કરી છે. જો કે, અગાઉ સુપ્રીમ કોર્ટમાંથી તેમની આશાઓને ઝટકો લાગ્યો હતો જ્યારે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારે ઝડપી સુનાવણી માટે વચગાળાના જામીનના વધુ વિસ્તરણ માટેની તેમની અરજીની યાદી આપવાનો ઇનકાર કર્યો હતો.