રાજકોટમાં ગેમ ઝોનમાં આગ મામલે SITએ સોંપેલા પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે. વર્ષ 2023ના સપ્ટેમ્બર મહિનામાં આ જ ગેમ ઝોનમાં આગ લાગી હતી.
રાજકોટ TRP ગેમ ઝોનમાં આ પહેલા પણ આગ લાગી હતી
વર્ષ 2023ના સપ્ટેમ્બર મહિનામાં આ જ ગેમ ઝોનમાં આગ લાગી હતી વેલ્ડિંગ કામને કારણે આગ લાગતા મવડી ફાયર વિભાગની ગાડીઓ આગ બુઝાવવા માટે પણ ગઇ હતી.આમ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને તે સમયે જો કડક કાર્યવાહી કરવી જોઈએ તાજેતરમાં બનેલા આગના બનાવને રોકી શકાયો હોત.આ કેસમાં સંદર્ભમાં વધુ 2 PIની પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ કરશે. PI ધોળા ગેમ ઝોનની શરૂઆત વખતે ધોળા પોલીસ સ્ટેશનના PI હતા અને PI વણઝારા લાયસન્સ શાખાના PI હતા.
24 મૃતકના પરિવારજનોને 93 લાખની સહાય ચૂકવાઇ
રાજકોટમાં TRP ગેમઝોનમાં લાગેલી આગ મામલે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે બેઠક યોજી હતી. બેઠક પૂર્ણ થયા બાદ તેમણે માહિતી આપતા કહ્યું કે, 24 મૃતકના પરિવારજનોને 93 લાખની સહાયની ચૂકવણી કરી દેવાઇ છે. 3 પરિવારને ટેકનિકલ કારણોસર સહાય ચૂકવવામાં આવી નથી. રાજ્ય સરકાર આરોપી સામે કડક કાર્યવાહી કરશે. રાઘવજી પટેલે રાજકોટ કલેક્ટર કચેરીએ બેઠક યોજાઇ હતી. પોલીસ કમિશ્નર, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ, મ્યુનિસિપલ કમિશ્નર સહિતના લોકો સાથે રાઘવજી પટેલે બેઠક યોજી હતી. આ કેસમાં થયેલી તપાસ અર્થે કેટલીક માહિતી મેળવી હતી.