કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાશે છે. તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા જવાના છે તે પહેલા રાજકોટની ટૂંકી મુલાકાત લેશે. રાજકોટમાં ગેમ ઝોન આગકાંડ બન્યો છે તેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટના હીરાસર એરપોર્ટ પર જ અધિકારી અને પદાધિકારી સાથે ચર્ચા કરશે.
હાઈલાઈટ્સ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે
ગેમ ઝોન આગકાંડને લઈને અધિકારી અને પદાધિકારી સાથે કરશે ચર્ચા
રાજકોટના હીરાસર એરપોર્ટ પર જ કરશે ચર્ચા
રાજકોટથી સીધા સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે
રાજકોટમાં ગેમિંગ ઝોનમાં આગની ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા છે. ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ છે. ઘટનાને લઈને તપાસ તેજ કરવામાં આવી છે આ ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે અને જે લોકો ઘટના માટે જવાબદાર છે તેમાથી કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને કેટલાક ભાગતા ફરે છે. તેવામાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા જવાના છે તે પહેલા રાજકોટમાં ટૂંકુ રોકાણ કરીને રાજકોટ ગેમ ઝોન આગકાંડને લઈને અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મુલાકાત કરવાના છે અને ઘટનાને લઈને વિગતે તેમની સાથે ચર્ચા કરશે. જણાવી દઈએ કે ગૃહમંત્રી રાજકોટના હીરાસર એરપોર્ટ પર જ અધિકારી અને પદાધિકારી સાથે ચર્ચા કરશે અને ત્યાંથી સીધા સોમનાથ મહાદેવના દર્શન કરવા રવાના થવાના છે.
માહિતી અનુસાર, ગૃહમંત્રી અમિત શાહ રાજકોટના હીરાસર એરપોર્ટ પર બપોરે 3 વાગે રોકાણ કરશે અને રાજકોટ અગ્નિકાંડમાં થયેલી કાર્યવાહી અંગે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ચર્ચા કરશે. થોડી વાર રાજકોટમાં રોકાયા પછી શાહ તેમના પત્ની સોનલ શાહ સાથે સોમનાથ જવા માટે રવાના થશે