આજે પુણ્યશ્લોક દેવી અહલ્યાબાઈની આજે જન્મ જયંતિ છે.આ નિમિતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો.મોહન ભાગવતે જણાવ્યુ કે દેવી અહલ્યાબાઈ હોલકર પુણ્યશ્લોક છે.અને આ વર્ષ તેમનુ ત્રિશતાબ્દી વર્ષ છે.તેમણે કહ્યુ કે આજના સ્થિતિમાં પણ તેઓ આદર્શ પાત્ર જેવા છે.દુર્ભાગ્યથી તેમને વૈધ્વ્ય મળ્યુ હતુ પરંતુ તેઓ એકાકી હોવા છતા મોટા મોટા રાજ્યો માત્ર સંભાળ્યા એટલુ જ નહી પરંતુ તેમનો વિસ્તાર પણ કર્યો અને સાથે સાથે તેને સુરાજ્યમાં પરિવર્તિત કર્યા.
સર સંઘચાલક ડો.મોહન ભાગવતજીએ વધુમાં કહ્યુ કે શાસક કેવો હોવો જોઈએ તેનું આદર્શ ઉતાહરણ એટલે દેવી અહલ્યાબાઈ હોલકરજી છે તેમના નામ પાછળ પુણ્યશ્લોક શબ્દ જાડાયેલ છે જે ઉત્તમ શાસકનુ ઉદાહરણ છે.તેમની પ્રજામાં કેટલાક પ્રકારની નિરાશાઓ અને દુ:ખોમાંથી મુક્ત કરાવે છે.તેનો મતલબ એ કે તે પ્રજાનો ઋણી શાસક બને છે.વાસ્તવમાં એમ કહેવુ યોગ્ય છે કે જે તે વખતે જે શાસકો હતા તેમાં આદર્શ શાસક દેવી અહલ્યાબાઈ હતા.
– ઉદ્યોગો શરૂ કરાવ્યા
પુણ્યશ્લોક દેવી અહલ્યાબાઈના ઉત્તમ કાર્યોની વોત કરતા ડો.મોહન ભાગવતે જણાવ્યુ કે તેમણે લોકોને રોજગારી આપવા માટે મોટા ઉદ્યોગો શરૂ કરાવ્યા.જેમાં જે કાપડ ઉદ્યોગ ચાલે છે તે ઘણા લોકોને રોજગારી આપનાર બન્યો છે.આ ઉપરાંત દેવી અહલ્યાબાઈએ નબળા અને પછાત લોકોની સંભાળ લીધી હતી.તેમણે રાજ્યમાં કર પ્રણાલી નિયંત્રણમાં રાખી અને ખેડૂતોની કાળજી લીધી.તે તેથી તેમનુ રજ્ય બધી જ રીતે સમૃદ્ધ બન્યુ આ પ્રકારે અહલ્યાબાઈ પ્રજાનું બાળકની જેમ ધ્યાન રાખતા તેથી જ તેમને દેવીનું બિરૂદ મળ્યુ હોય તેમ બની શકે.
– નારી શક્તિનુ પ્રતિક બન્યા
સંઘ સરચાલક ડો.મોહન ભાગવતે આગળ ઉમેર્ય કે આપણી માતૃશક્તિ ખૂબ મજબૂત અને સશક્ત છે અને તેનુ અનુકરણ અહલ્યાબાઈએ આદર્શની ભૂમિકા અદા કરી અને તેમની જીવન થકી તેમણે આપણા સમક્ષ રજૂ કર્યુ છે. તેમણે જે કાર્ય કર્યુ તે તમામ પ્રકારે વિશેષ છે.તમામ સાથે મૈત્રીપૂર્ણ સબેધ રાખીને પોતાના રાજ્ય પર કોઈ હુમલે ન કરે તેની વ્યવસ્થા તેમણે કરી હતી.
તેમણે દેશની સાંસ્કૃતિક વારસાને સજબૂત કરવા દેશના વિવિધ સ્થળે મંદિરો બનાવ્યા,તેઓ શાસક હોવા છતા પોતાને ક્યારેય પણ રાજા માનતા ન હતા.તેઓ એવુ માનતા કે શિવજીના આદેશ પ્રમાણે રાજ્ય શાસન ચાલે છે.ત્યારે ડો.મોહન ભાગવતે કહ્યુ કે આપણી વર્તમાન પરિસથિતતિમાં પણ તેઓ આપણા માટે આદર્શરૂપ છે.અને તેમના આદર્શો અનુસાર તેમને યાદ કરવાના પ્રયાસો થાય તે ખૂબ આનંદના વાત છે તેમ પણ સર સંઘચાલકે જણાવ્યુ હતુ.