ચૂંટણી પ્રચાર પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારી સ્થિત રોક પર ધ્યાન પર બેઠા છે.ત્યારે આ બાબતનું જાણે કે 131 વર્ષ પૂર્વેની પુનરાવર્તન થયુ છે.લોકોના દિલો-દિમાગ પર સવા શતક વર્ષ પૂર્વેની યોદો જાણે કે તાજી થઈ છે.જી,હા મિત્રો આજથી લગભગ 131 વર્ષ પૂર્વે તે વખતે નરેન્દ્ર નામ ધારી અને સ્વામી વિવેકાનંદજીએ આ જ જગ્યા એટલે કે કન્યાકુમારી સ્થિત રોક પર તપશ્ચર્યા કરી હતી.તો આ બંને ઘટના અંગે આજે વિગતો જાણવા પ્રયાસ કરીએ.
તમિલનાડુના કન્યાકુમારી ખાતેના રોક મેમોરિયલ ખાતે આજથી 131 વર્ષ પહેલા તે વખતના નરેન્દ્રએ ધ્યાન લગાવ્યુ હતુ તેમને આપણે સૌ સ્વામી વિવેકાનંદજીથી ઓળખીએ છીએ.અમેરિકાના શિકાગો ખાતે વિશ્વ ધર્મ સંસદમાં સંબોધન પહેલા નરેન્દ્ર દત્ત એટલે કે સ્વામી વિવેકાનંદજીએ 1892 માં સુમુદ્ર તટ પર એક શિલા પર બેસી ધ્યાન કર્યુ હતુ.ત્યારે સ્વામી વિવેકાનંદજીના જીવન પર નજર કરીએ.
સ્વામી વિવેકાનંદનો જન્મ વર્ષ 1863 માં કલકતા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો.તેમની વિચાર સરણી પર તેમના માતાની ગાઢ અરસ હતી.બાળપણથી જ તેમનામાં આધ્યાત્મિક્તા તેમજ ઈશ્વર સાક્ષાત્કાર માટે લગાવ હતો.અને તેની શોધમાં યાત્રા કરતા તેમને રામકૃષ્ણપરમહંસ મળ્યા અને તેમણે વિવેકાનંદને ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સત્ય અને સેવા એજ પરમોધર્મનો ઉપદેશ આપ્યો હતો.
બહુ ઓછા લોકો જાણે છે કે વર્ષ 1892માં જ્યારે સ્વામી વિવેકાનંદે કન્યાકુમારીની આ શિલા પર ધ્યાન કર્યું હતું, ત્યારે આ ધ્યાને સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત તરફ કેન્દ્રિત કર્યું હતું. આ તે સમયગાળો હતો જ્યારે સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિકતા અને હિંદુ ધર્મની વિશાળતાને તેમના જીવનની ફિલસૂફીમાં આત્મસાત કરી રહ્યા હતા.તેમણે તપસ્યા કરવા માટે એક લાંબી યાત્રા પસંદ કરી હતી.
તેઓ ચાર વર્ષ સુધી ભારતભરમાં ભ્રમણ કરવાના હતા અને આ યાત્રા કન્યાકુમારીમાં સમાપ્ત થવાની હતી.કન્યાકુમારી પહોંચ્યા પછી, તેમણે સખત તપસ્યા કરી અને આજના રોક મેમોરિયલ પર ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી ધ્યાન કર્યું.આ ધ્યાનથી તેમણે મેળવેલ જ્ઞાન તેમને સ્વામી વિવેકાનંદ બનાવ્યા.થોડા દિવસો પછી, વર્ષ 1893 માં,તેઓ શિકાગો,અમેરિકા ગયા,જ્યાં વિશ્વના ધર્મોની સંસદનું આયોજન થવાનું હતું.
આ ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદે આપેલા જ્ઞાને સમગ્ર વિશ્વનો ભારત અને હિંદુ ધર્મ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો.જે સ્થળે તેમણે તપ કર્યુ કે સ્થળને આજે રોક મેમોરિયલ તરીકે વિકસાવ્યુ છે.અને જ્યા વિવેકાનંદજીએ ધ્યાન કરી જ્ઞાન મેળવ્યુ તે જગ્યા આજે ધ્યાન મંડપમ તકરીકે ઓળખાય છે.