Rajkot Breaking : બીજેપી પ્રદેશ અધ્યક્ષ C.R.Patilનો નિર્ણય રાજકોટમાં 4 જૂને નહીં નીકળે ભાજપનું વિજય સરઘસ
રાજકોટ અગ્નિકાંડને લઈને ભાજપનો નિર્ણય
પરિણામ બાદ વિજય સરઘસ નહીં કાઢવાનો નિર્ણય કર્યો
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે આપી સૂચના
રાજકોટ અગ્નિકાંડને લઈને ભાજપ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા નિર્ણય લઈને રાજકોટ જિલ્લામાં ભાજપના કાર્યકરોને સૂચના આપી આગામી 4 જૂનના રોજ જાહેર થનાર લોકસભા ચુંટણીના પરિણામો બાદ રાજકોટ શહેરમાં વિજય સરઘસ નહીં કાઢવામાં આવે.
25 મેના રાજકોટમાં આવેલ TRPGameZone માં લાગેલ ભીષણ આગમાં 28 ની જીંદગીઓ હોમાઈ ગઈ હતી જેણે લઈ ને સમ્રગ રાજકોટ જિલ્લા સહિત રાજયમાં ચકચાર મચી ગઈ હતી .આ ઘટનાને હજુ એક અઠવાડિયું જ થયું છે તેથી 4 જૂનના રોજ લોકસભા ચુંટણીના પરિણામે જાહેર થવા જઇ રહ્યા છે તે ધ્યાનમાં રાખીને ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી મહત્વની બેઠક બોલાવી ,મળતી માહિતી મુજબ આ બેઠક સી.આર.પાટિલ અને રાજકોટ જિલ્લા હોદેદાર અને માનપના હોદેદારો સાથે બેઠક યોજવામાં આવી હતી