રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દેશની તમામ બેંકોના કામકાજ પર નજર રાખે છે. જ્યારે પણ કોઈ બેંક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને પોતાની મનમાની કરે છે, ત્યારે RBI તેના પર દંડ લાદી શકે છે. આ શ્રેણીમાં, ભારતીય રિઝર્વ બેંકે કેટલાક નિયમનકારી ધોરણોનું પાલન ન કરવા બદલ SBM બેંક (ભારત) પર રૂ. 88.70 લાખનો દંડ ફટકાર્યો છે.
હાઈલાઈટ્સ
- RBI એ SBM બેંકને રૂ. 88.70 લાખનો દંડ ફટકાર્યો
- નિયમનકારી ધોરણોનું પાલન ન કરવા બદલ ફટકાર્યો દંડ
- RBI દ્વારા બેંકને બે નોટિસ આપવામાં આવી હતી
- RBI એ LRS ટ્રાજેક્શનને તાત્કાલિક રોકવા કહ્યું
રિઝર્વ બેંકે શુક્રવારે કહ્યું કે RBIની લાયસન્સની શરતોનું પાલન ન કરવા બદલ બેંક પર દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળના વ્યવહારોને તાત્કાલિક અસરથી રોકવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે.
RBI દ્વારા બેંકને બે નોટિસ આપવામાં આવી હતી
બેંકને બે અલગ-અલગ નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં તેને કારણ બતાવવાનું કહેવામાં આવ્યું હતું. નોટિસો પર બેંકના જવાબ બાદ, RBIએ સાબિત કર્યું કે SBM બેંક (ભારત) સામેના આક્ષેપો સાચા છે. RBI દ્વારા તાત્કાલિક અસરથી આવા વ્યવહારો બંધ કરવાનો નિર્દેશ આપવા છતાં બેંકે લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ કેટલાક વ્યવહારો પણ કર્યા હતા.
હવે ગ્રાહકોના પૈસાનું શું થશે?
જો કે, RBIએ જણાવ્યું હતું કે દંડ નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર કોઈ અસર કરવાનો નથી.