અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન (AMC) એ ગેરકાયદેસર વૃક્ષો કાપી નાંખવાને કારણે 2 એજન્સીઓને 50-50 લાખ રૂપિયા એમ કરીને કુલ 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ એજન્સીઓએ રોડ પર લોકોને જાહેર ખબરના બોર્ડ દેખાય તે માટે ગેરકાયદેસર રીતે રસ્તા પરના વૃક્ષો કાપી નાંખ્યા હતા. આવી રીતે દંડ ફટકાર્યો હોય એવું AMCના ઈતિહાસમાં પહેલી વાર બન્યું છે.
હાઈલાઈટ્સ
- AMCના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું
- ઝાડ કાપવા બદલ ફટકાર્યો 1 કરોડનો દંડ
- 2 એજન્સીઓને 50-50 લાખનો ફટકાર્યો દંડ
- રોડ પર જાહેર ખબર દેખાય તે માટે કાપ્યા ઝાડ
AMCના ડેપ્યુટી કમિશ્નર આઇ કે પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ચિત્રા (બી) પબ્લીસીટી અને ઝવેરી એન્ડ કંપનીને 50-50 લાખ રૂપિયાના દંડની નોટીસ મોકલવામાં આવી છે. ગાર્ડન વભાગે રોડની વચ્ચે ડીવાઇડરમાં મોટા પાયે વૃક્ષો વાવ્યા હતા, પરંતુ આ એજન્સીઓએ જાહેર ખબરના બોર્ડ જોઇ શકાય તેના માટે ગેરકાયદેસર વૃક્ષો કાપી નાંખ્યા હતા. આ બાબત ધ્યાન પર આવતો નોટીસ મોકલવામાં આવી છે.