દુનિયાભરના અમીરોની યાદીમાં મોટી ઉથલપાથલ થઈ છે. ગૌતમ અદાણી ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના રિપોર્ટ અનુસાર, ગૌતમ અદાણી અમીરોની યાદીમાં 11માં સ્થાને અને એશિયામાં પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. તેણે મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે.
હાઈલાઈટ્સ
દુનિયાભરના અમીરોની યાદીમાં મોટી ઉથલપાથલ
16 મહિના પછી ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ
ગૌતમ અદાણી દુનિયામાં અમીરોની યાદીમાં 11માં સ્થાને
મુકેશ અંબાણીને પછાળીને નિકળ્યા આગળ
મુકેશ અંબાણીને પણ છોડ્યા પાછળ
રિપોર્ટ અનુસાર, શુક્રવારે ગૌતમ અદાણીની નેટવર્થમાં 5.45 બિલિયન ડૉલરનો વધારો થયો છે અને આ સાથે તેમની નેટવર્થ 111 બિલિયન ડૉલર પર પહોંચી ગઈ છે. તેણે મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે, જેમની પાસે $109 બિલિયનની નેટવર્થ છે. હકીકતમાં, અદાણી શુક્રવારે સૌથી વધુ કમાણી કરનાર અબજોપતિ હતા. તેમાં 24 કલાકમાં 5.45 અબજ ડોલર એટલે કે 45 હજાર કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે અને અદાણી દુનિયાની અમીરોની યાદીમાં 11માં સ્થાને પહોંચી ગયા છે.
16 મહિના પછી તે ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા
આ વર્ષે તેની નેટવર્થ $26.8 બિલિયન વધી છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં હિંડનબર્ગ રિસર્ચના અહેવાલને કારણે અદાણી ગ્રુપના શેરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ હવે તેણે તેની ઘણી હદ સુધી ભરપાઈ કરી દીધી છે. જણાવી દઈએ કે 24 જાન્યુઆરી, 2024ના રોજ અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે અદાણી ગૃપ પર પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેના પછી તેના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. હવે 16 મહિના પછી તે ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
જણાવી દઈએ કે છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં લિસ્ટેડ અદાણી ગ્રુપની કંપનીઓમાં 14 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં અદાણી પાવરમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી.