સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે.
હાઈલાઈટ્સ
યાત્રિકો માત્ર કપડાંની થેલીઓ માટે વેન્ડિંગમશીન
ખાલી પ્લાસ્ટિક બોટલો માટે ક્રશર મશીન મુકાયા
આગામી સમયમાં વધુ મશીનો મૂકવાની વ્યવસ્થા કરાશે
અંબાજી મંદિર ખાતે પણ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા છે
મંદિર પાસે 2 વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યા છે. 5 અને 10 રૂપિયાનો સિક્કો મશીનમાં નાખવાથી 2 અલગ અલગ સાઇઝની કપડાની થેલીઓ શ્રદ્ધાળુઓ મેળવી શકશે. પ્લાસ્ટિક માટે અપાતી થેલીના સ્થાને હવે કપડાની થેલીઓ અપાશે.
આગામી સમયમાં વધુ મશીનો મૂકવાની વ્યવસ્થા કરવામાં આવશે
આવનારા સમયમાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાને રાખી વધારે મશીન મુકવામા આવશે. પ્લાસ્ટિકની ખાલી બોટલનો નાશ કરવા માટે ક્રશર મશીન પણ મુકાયા છે જેમાં ભક્તો જાતે જ બોટલ નાખી ક્રશ કરી શકશે અને તેના માટે કોઇપણ ચાર્જ લેવામાં આવશે નહીં.