હાઈલાઈટ્સ :
– અરવિંદ કેજરીવાલની વચગાળાના જામીન લંબાવવાનો મામલો
– દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે સુનાવણી કરતા નિર્ણય અનામત રાખ્યો
-કોર્ટ હવે આગામી 5 જૂનના રોજ કેજરીવાલ મામલે અંગે નિર્ણય કરશે
– કોર્ટથી રાહત ન મળતા અરવિંદ કેજરીવાલ તિહાડ જેલ સમક્ષ આત્મસમર્પણ કરશે
– 2 જી જૂનને રવિવારે અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન થાય છે પૂર્ણ
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ગત 10 મે ના રોજ ચૂંટણી પ્રચાર માટે 21 દિવસના રોજ વચગાળાના જામીન પર મુક્ત કર્યા હતા.તેમના વચગાળાના જામીનની અવધી આવતી કાલે 2 જૂનને રવિવારે પૂર્ણ થાય છે.અને તેથી કોર્ટના આદેશ અનુસાર આ દિવસે તેઓએ તિહાડ જેલ સમક્ષ આત્મસમર્પણ કરવાનું છે.જોકે વચગાળાના જામીનની આ સમાયાવધી વધારવાની વિંનંતી સાથે પ્રથમ તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.જોકે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો.
સુપ્રીમ કાર્ટના ઈનકાર બાદ અરવિંદ કેજરીવાલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં વચગાળાના જામીનની અવધી 7 વધારવા અરજી કરી હતી.તેની સુનાવણી કરતા ચુકાદો અનામત રાખ્યો હતો.અને હવે આગામી 5 જૂનના રોજ આ અંગે નિર્ણય સંભળાવવામાં આવશે.અને તેથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે 2 જી જૂનના દિવસે જેલ સમક્ષ હાજર થવા સિવાય કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી.
નોંધનિય છે કે તેમની ખરાબ તબિયત અને મેડીકલ ટેસ્ટને લઈ વચગાળાના જામીન વધુ 7 દિવસ વધારવા વિનંતી કરી હતી.આ અંગે કોર્ટે આજે શનિવારે કોર્ટમાં સુનાવણી હાથ ધરી જેમાં ED એ કેજરીવાલના વચગાળાના જામીન વધારવા સામે વિરોધ કર્યો હતો.તો કેજરીવાલના વકીલે તેમની તબિયતનો હવાલો આપ્યો હતો. આ અગાઉ શુક્રવારના રોજ અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ કરીને જણાવ્યુ હતુ કે તેઓ 2 જી જૂનના રોજ જેલ સમક્ષ આત્મસમર્પણ કરશે.