એક્ઝિટ પોલના તારણ પછી શેર બજારમાં જબરજસ્ત ઉછાળો
હાઇલાઇસ
સેન્સેક્સમાં 2000 પોઇન્ટ નો વધારો
નિફ્ટીમાં પણ 1000 પોઈન્ટ નો ઉછાળો
શેરબજાર ખુલતા ની સાથે જબરજસ્ત તેજી
લોકસભા ચુંટણી 2024 ના પરિણામના એક દિવસ પહેલા આજે બજારમાં તેજી જોવા મળી બજારમાં ઐતિહાસિક શરૂઆત થઈ છે નિફ્ટી 807 પોઈન્ટ વધીને 23,337ની સપાટીએ ખૂલ્યો હતો,સેન્સેક્સ 2622 પોઈન્ટ વધીને 76583 પર ખૂલ્યો હતો ,નિફ્ટી બેંક 1906 પોઈન્ટ વધીને 50,889 પર ખૂલ્યો હતો.
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારની શરૂઆત મોટા ઉછાળા સાથે થઇ , હાલમાં BSE નો સેન્સેક્સ 1864 પોઇન્ટ વધીને 75,825 પર ટ્રેડ કરી રહ્યો છે તો NSE નો નિફ્ટી સૂચકઆંક 575 પોઇન્ટ વધીને 23,105 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી બેન્ક 1,319 પોઇન્ટ વધીને 50,302 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી મિડકેપ-100 1,322 પોઇન્ટ વધીને 23,028 પર કારોબાર કરી રહ્યો છે. અદાણી પોર્ટ, REC, પાવર ફાઇનાન્સ, અદાણી એન્ટરપ્રાઇઝ અને પાવરગ્રીડ કોર્પોરેશન ટોચના ગેઇનર્સ છે. ડોલર સામે રૂપિયો 42 પૈસા મજબૂત બન્યો છે. એક્ઝિટ પોલ બાદ શેરબજારમાં તોફાની તેજી જોવા મળી છે.