ભારતમાં સાત તબક્કામાં યોજાયેલું લોકશાહીનું પર્વ પૂર્ણ થયું છે. આવતીકાલે 4 જૂને ચૂંટણીના પરિણામો આવશે.
હાઇલાઇસ
4 જૂને લોકસભાની ચુંટણીનું પરિણામ
ચુંટણી પંચ કરશે આજે પ્રેસ કોન્ફરન્સ
મતગણતરીના થોડાક કલાક પહેલા કરશે પ્રેસ કોન્ફરન્સ
19 જૂને શરૂ થયેલી ચૂંટણી 1 જૂનના રોજ પૂર્ણ થઇ. આ સંદર્ભમાં કેન્દ્રીય ચૂંટણીપંચ બપોરે 12.30 વાગ્યાની આસપાસ પત્રકાર પરિષદને સંબોધન કરશે. પહેલા દરેક તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ પત્રકાર પરિષદ યોજાતી હતી પરંતુ આ વખતે કદાચ પ્રથમવાર તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ પત્રકાર પરિષદ યોજાશે. કેન્દ્રીય ચૂંટણીપંચ આકંડાકીય માહિતી તેમજ અન્ય બાબતો પર ચર્ચા કરે તેવી શક્યતા છે
એક્ઝિટ પોલમાં NDA એ સરકાર
એક્ઝિટ પોલમાં જોવા મળ્યું કે ભાજપની આગેવાની હેઠળની NDA 352 બેઠકો જીતીને 2019ના રેકોર્ડને પાછળ મૂકી દેશે. બે સર્વેક્ષણમાં એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે ભાજપ 2019 ની લોકસભાની ચુંટણીમાં જીતેલી 303 બેઠકોમાંથી તેની સંખ્યા પણ સુધારશે. જો જૂને મતગણતરી દરમિયાન ભાજપની સતામાં એક્ઝિટ પોલની આગાહી સાચી પડશે તો પીએમ મોદી જવાહરલાલ નહેરૂ પછી ત્રીજી વાર પીએમ બનશે