દેશભરમાં છેલ્લા ઘણા સમયથી ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માગ ઉઠી રહી છે.ત્યારે દેશભરમાં તેને લઈને ધાર્મિક સંમોલનો પણ યોજાઈ રહ્યા છે.તેના ભાગરૂપે આગામી 11 જૂનના રોજ ગુજરાતના રાજકોટ ખાતે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે ધાર્મિક સંમેલન યાજાવા જઈ રહ્યુ છે.જેમા5000 સંતો ભાગ લેશે.અને આ ધાર્મિક સંમેલનમાં તમામ સંતો માતા ગાયને ‘રાષ્ટ્રમાતા’ બનાવવાની પ્રતિજ્ઞા લેશે.
સનાતન સંસ્થાન સેવા ટ્ર્સ્ટના ઉપક્રમે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા રાજકોટ ખાતે 5 હજાર સંતોની ઉપસ્થિતિમાં ધાર્મિક મેળાવળો યોજાનાર છે. આ ધર્મસભામાં સાધુ-સંતો વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વ્ચારણા કરશે. સાધુ-સંતોની વાત કરીએ તો દ્વારકાના પીઠાધિશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીના માર્ગદર્શન હેઠળ આ સંમેલન યોજાશે.સંમેલન દરમિયાન 5 હજાર સાધુ-સંતો ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા સંકલ્પ સાથે પ્રતિજ્ઞા લેશે.અને ત્રણ કલાક માટે યોજાનાર સંમેલનમાં ત્રણ સભા યોજાશે
– ધાર્મિક મેળાવડામાં કોણ આપશે હાજરી ?
રાજકોટ ખાતે 11 જૂને યોજાનાર આ ધર્મ સંમેલનમા ચાર શંકરાચાર્ય,તાર પીઠાધીશ અને 108 મહામંડલેશ્વર તેમજ કાશી,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,ગુજરાત સહિતના રાજ્યોમાથી સંતો ઉપસ્થિત રહેશે. અને વિકાસ,ધર્મ વિરાધી પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકવો,સંતોની એકતા,વધુને વધુ લોકોને ધર્મ સાથે જોડવા,પ્રવર્તમાન તોફાની પ્રવાહો ધરાવતા સ્થળોએ ધર્મનો પ્રચાર કરવો .નવા મંદિરોનું નિર્માણ, જૂના ખંડેર મંદિરોનું પુનઃનિર્માણ,ધર્મનું જ્ઞાન સહિતના આંઠ જેટલા મહત્વના વિષયો પર વિશેષ ચર્ચા થશે.