ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં 8 થી 9 જૂનના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં વલસાડ ,નવસારી ,વાપી,તાપી ,ડાંગ ,છોટાઉદેપુર ,સુરત અને દાહોદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે
હાઇલાઇસ
ગુજરાતમાં 8-9 જૂને વરસાદની આગાહી
અમદાવાદમાં આજે 42 ડિગ્રી તાપમાન નોંધાયું
ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું
સૌથી વધારે સુરેન્દ્રનગરમાં તાપમાન 43 ડિગ્રી નોંધાયું
ગુજરાતમાં ચોમાસાને લઇ મહત્વની ટાઇમલાઇન
ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં 8 થી 9 જૂનના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં વલસાડ ,નવસારી ,વાપી,તાપી ,ડાંગ ,છોટાઉદેપુર ,સુરત અને દાહોદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સાથે દાદરા નગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે .
આ ઉપરાંત અમદાવાદમાં પણ 8 અને 9 જૂન પર વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર એ છે કે આ સિઝનમાં 106 ટકા વરસાદ થાય તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં સમયસર ચોમાસું બેસવા માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું