મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવા જઈ રહ્યા છે, હાલમાં મતગણતરી ચાલી રહી છે. લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશ અને ઓડિશા વિધાનસભા ચૂંટણીની મતગણતરી પણ ચાલી રહી છે. દરમિયાન આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં NDA માટે સારા સમાચાર છે.
વાસ્તવમાં NDA આંધ્ર પ્રદેશમાં સરકાર બનાવવાની સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યની 175 બેઠકોમાંથી 146 બેઠકોના પરિણામો જાહેર થયા છે. પરિણામો અનુસાર એનડીએ બહુમતનો આંકડો પાર કરી ગયો છે. અહીં ટીડીપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે, જ્યારે YSRCP પાછળ રહી ગઈ છે.
ચંદ્રબાબુ નાયડુની ટીડીપી આંધ્રમાં 116 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ 5 બેઠકો પર આગળ છે. YSRCP માત્ર 20 સીટો પર આગળ છે.