હાઈલાઈટ્સ :
– ગુજરાતમા ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો
– ગુજરાતની 26 માથી 24 બેઠકો પર ભાજપની જીત
– બનાસકાંઠાની એક બેઠક આ વખતે કોંગ્રેસના ફાળે ગઈ
-પાટણ અને બનાસકાંઠા બેઠક પર રસાકસી જોવા મળી
– ગાંધીનગર બેઠકથી અમિત શાહની ઐતિહાસિક જીત
– 15થી વધુ બેઠકો પર ભાજપને મળી લાખેણી જીત
– ચર્ચાસ્પદ રાજકોટ બેઠક પર ભાજપની ભવ્ય જીત
– ક્ષત્રિયોના વિરોધ છતા પરસોત્તમ રૂપાલાની 3 લાખ મતે જીત
લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરવામા આવી હતી.સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મત ગણતરી આમ તો મોડી સાંજ સુધી ચાલી પરંતુ ઓલ ઓવર પરિણામ લોકોને બપોર સુધીમાં મળી ગયુ જેમા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં યોજાયેલ 25 બેઠકોની ચૂંટણી માથી 24 બેઠકો પર ભાજપની જીત થઈ તો એક બેઠક કોંગ્રેસનો વિજય થયો છે. નોંધનિય છે કે સુરતની બેઠક પ્રથમથી જ ભાજપે બિનપરિફ જીતી લીધી હતી.
– પાટણ અને બનાસકાંઠામા રસાકસી જોવા મળી
ગુજરાત લોકસભા ચૂંટણીમાં ગુજરાતના પરિણામોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાટણ તેમજ બનાસકાંઠા એમ બે બેઠકો પર રસાકસી ભર્યો ચૂંટણી જંગ જોવા મળ્યો અને છેવટે પાટણ બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભીનો વિજય થયો તો બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી.આ પ્રકારે ભાજપની તમામ 26 બેઠકો જીતવાની હેટ્રીકની આશા તૂટી હતી.નોંધનિય છે કે સુરતની બેઠક પર પહેલાથી જ ભાજપ બિનહરિફ વિજેતા થયુ હતુ.
– ગાંધીનગરથી અમિત શાહની ઐતિહાસિક લીડ
ગાંધીનગર બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 7.60 લાખ જેટલા મતે જીત્યા છે.આ બેઠક છેલ્લા 35 વર્ષથી ભાજપ પાસે છે.અમિત શાહ પહેલા ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી આ સીટ પરથી 6 વખત ચૂંટણી જીત્યા હતા.2019ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત અમિત શાહ ગાંધીનગર લોકસભા પર ચૂંટણી લડ્યા હતા અને 5 લાખથી વધુની લીડથી જીત્યા હતા.
તો વળી મહેસાણા લોકસભા બેઠક પરથી ભાજપના હરીભાઇ પટેલની 3.20 લાખ જેટલા મતે જીત થઈ છે. મહેસાણા બેઠક વર્ષો જૂનો ભાજપનો ગઢ માનવામાં આવે છે.એક સમયે ભાજપ દેશમાં માત્ર 2 લોકોસભા બેઠક જીત્યું હતું તે વખતે મહેસાણાથી ભાજપે જીત નોંધાવી હતી.મહેસાણા બેઠક પર વર્ષોથી ભાજપ જીતતું આવ્યું છે. આ બેઠક પર ભાજપે સૌથી મોડે ઉમેદવાર જાહેર કર્યા હતા.પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા મહેસાણા લોકસભા માટે ઉમેદવારની પસંદગીનો પ્રશ્ન બન્યો હતો.
– 15થી વધુ બેઠકો પર ભાજપને એક લાખની વધુની લીડ
ગુજરાતની 25 બેઠકો પર યાજાયેલ ચૂંટણી પૈકી 15 થી વધુ બેઠકો પર ભાજને એક લાખથી વધુની લીડ મળી હતી.તેમાં વલસાડ બેઠક પર ભાજપના ધવલ પટેલ 2 લાખ જેટલા મતે જીત્યા.ભરૂચ બેઠક પર સતત સાતમી વખત ભાજપના મનસુખ વસાવાની જીત થઇ છે.પાટણ બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભી 28 જેટલા મતે જીત્યા હતા.વડોદરા બેઠક પર હેમાંગ જોશી 4.26 લાખ જેટલા મતે જીત્યા.પંચમહાલ બેઠક પર રાજપાલ જાધવ 3.75 લાખ જેટલા મતે જીત્યા.નવસારી બેઠક પર સી.આર.પાટીલ 4.67 લાખ જેટલા મતે જીત્યા હતા.અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખ પટેલ 2.23 લાખ જેટલા મતે જીત્યા હતા.સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 2.60 લાખ જેટલા મતોથી ચંદુભાઇ શિહોરાની જીત. મહેસાણા લોકસભા બેઠક પરથી ભાજપના હરીભાઇ પટેલની 3.20 લાખ જેટલા મતે જીત થઈ હતી.સાબરકાંઠામાં ભાજપના શોભના બારૈયા,આણંદમાં મિતેશ પટેલ જૂનાગઢ બેઠક પર રાજેશ ચૂડાસમાં, દાહોદ બેઠક પર જશવંતસિંહ ભાભોર,અમદાવાદ પશ્ચમથી ભાજપના દિનેશ મકવાણા,અમરેલીમાં ભરત સુતરીયાની પણ જીત થઈ છે.
– સૌથી ચર્ચાસ્પદ રાજકોટ બેઠકની વાત
તો વળી ગુજરાતના સૌથી ચર્ચાસ્પદ રાજકોટ લોકસભા બેઠકનના વાત કરીએ તો રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયાણીઓ વિરૂદ્ધ કરેલી વિવિદીત ટિપ્પણીને લઈ ક્ષત્રિયોનો રાષ ફાટી નિકળ્યો હતો.અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ આંદોલન શરૂ થયુ અને તેમને હરાવવા મેદાને પડ્યા હતા. ત્યારે કાંગ્રેસે પણ લાગ જોઈને ગુજરાત વિધાનસભાના વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીને રાજકોટથી મેદાને ઉતાર્યા હતા.જોકે આજે પરિણામ જાહેર થયુ તેમા ક્ષત્રિયોના આંદોલનની કોઈ વિપરિત અસર ભાજપ સામે જોવા મળી ન હતી અને રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 3 લાખથી વધુની લીડથી વિજેતા બન્યા હતા.તેમને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ જીત બદલ અભિનંદન પાઠવી ખેલદીલી દર્શાવી હતી.તો પરસોત્તમ રૂપાલાએ પણ સૌ કોઈનો આભાર વ્યકત કરી ઋણ સ્વિકાર કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે આ વખતે રાજકોટ અગ્નિકાંડને લઈ ભારતીય જનતા પાર્ટીએ જીતની વિશેષ ઉજવણી ન કરવા નિર્ણય કર્યો છે. તેથી ભાજપે સાદગી પૂર્વક વિજયના વધામણા કરી લોકલાગણી અને માનવતાનુ ઉદાહરણ પૂરૂ પાડ્યુ હતુ.
તો વળી લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ યોજાઇ હતી. જેની મતગણતરી પણ આજે હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુજરાતની પાંચેય વિધાનસભા બેઠક પર ભાજપની જીત થઈ છે. પોરબંદરથી અર્જુન મોઢવાડીયા, વિજાપુરથી સીજે ચાવડા, વાઘોડિયામાં ધર્મેન્દ્રસિંહ , ખંભાતથી ચીરાગ રાવલ, અને માણાવદરથી અરવિંદ લાડાણીની જીત થઈ છે.