ઉત્તરાખંડના ઉત્તરકાશીથી એક મોટી દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. અહીં ટ્રેકિંગ માટે સહસ્ત્ર તાલ પહોંચેલી 22 સભ્યોની ટીમ ગુમ થઈ ગઈ છે.
હાઈલાઈટ્સ
- ઉત્તરાખંડના ઉત્તરકાશીથી એક મોટી દુર્ઘટના
- ટ્રેકિંગ માટે પહોંચેલી ટીમ થઈ ગુમ
- ખરાબ હાવામનને કારણે ટીમ લાપતા થઈ
- 4 લોકોના મોત થયા હોવાની આશંકા
- 29મી મેના રોજ ટ્રેકિંગ માટે નીકળ્યા હતા
મળતી માહિતી મુજબ ખરાબ હવામાનના કારણે રસ્તામાં ખોવાઈ અને ફસાઈ ગયા પછી ટીમ ગુમ થઈ ગઈ છે. આશંકા છે કે 4 લોકોના મોત થઈ શકે છે. મામલાની માહિતી મળતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગની ટીમ સક્રિય થઈ ગઈ હતી.
29મી મેના રોજ ટ્રેકિંગ માટે નીકળ્યા હતા
ઉત્તરકાશી જિલ્લા મેજિસ્ટ્રેટ મેહરબાન સિંહ બિષ્ટે માહિતી આપી હતી કે ટ્રેકિંગ ટીમમાં કર્ણાટકના 18 અને મહારાષ્ટ્રના એક સભ્યનો સમાવેશ થાય છે. તેમાં 3 સ્થાનિક ગાઈડનો પણ સમાવેશ થતો હતો. આ ટીમ 29મી મેના રોજ સહસ્ત્ર તાલના પ્રવાસે નીકળી હતી અને 7મી જૂને પરત આવવાની હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે તેઓ રસ્તો ભટકી ગયા હતા. તેમણે કહ્યું કે હિમાલયન વ્યૂ ટ્રેકિંગ એજન્સી, મણેરીએ 4 લોકોના માર્યા જવાની શક્યતા વિશે માહિતી આપી હતી.
ટ્રેકિંગ સભ્યોને બચાવવા ઝુંબેશ શરૂ થઈ
જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, એજન્સીએ 14 લોકોને બચાવવા માટે વિનંતી કરી છે, ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટિહરી બોર્ડર પર 14,500 ફૂટ ઊંચા સહસ્ત્ર તાલ ટ્રેક પર ભારે ઠંડીના કારણે 4 લોકોના મોત થયા છે. વહીવટીતંત્રે હજુ સુધી ગુમ થયેલા લોકો વિશે વધુ માહિતી જાહેર કરી નથી. બચાવ કામગીરી ચાલી રહી છે.
टिहरी और उत्तरकाशी के मध्य सहस्त्रताल ट्रैक पर फंसा 22 सदस्यों वाला ट्रैकिंग दल, 4 सदस्यों की मृत्यु होनी की खबर, खबर मौसम के कारण भटके रास्ता, देहरादून से @uksdrf हैलीकॉप्टर के साथ रवाना..सकुशल लौटने की कामना..@ukcmo #ट्रैकिंग pic.twitter.com/yPU8fDyIRm
— NAVEEN UNIYAL (@uniyal85) June 5, 2024