ગુજરાતમાં ચાર મહિલા સાંસદો ચૂંટાઈ આવ્યા છે,તેમાં જામનગર બેઠક પરથી પૂનમ માડમ,સાબરકાંઠા બેઠકથી શોભનાબેન બારૈયા, ભાવનગર બેઠકથી નીમુબેન બાંભણિયા અને બનાસકાંઠા બેઠકથી ગેનીબેન ઠાકોર ચૂંટાઈ આવ્યા..
હાઈલાઈટ્સ
આ વખતે ગુજરાતમાં 4 મહિલા ઉમેદવારો જ ચૂંટણી જીતી
ભાજપ : જામનગર બેઠક પરથી પૂનમ માડમ
ભાજપ : સાબરકાંઠા બેઠકથી શોભનાબેન બારૈયા
ભાજપ : ભાવનગર બેઠકથી નીમુબેન બાંભણિયા
કોંગ્રેસ : બનાસકાંઠા બેઠકથી ગેનીબેન ઠાકોર
લોકસભા ચૂંટણીનાં પરિણામોની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ગઇકાલે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોનાં પરિણામો જાહેર થયા જેમાં 24 બેઠકો પર ભાજપે ભવ્ય જીત મેળવી અને એક સુરતની એક બેઠક બિનહરીફ થઈ ગઈ હતી જ્યારે એક બેઠક પર કોંગ્રેસે જીત મેળવી તેમાં મહિલા સાંસદ ગેનીબેન ઠાકોર જીત્યા.લીડની વાત કરીએ તો આ વખતે ગુજરાતની 12 બેઠકો પર ભાજપને 2019 માં મળેલ લીડમાં 7 હજારથી 3.37 લાખ મતનો ઘટાડો જોવા મળ્યો
બનાસકાંઠાને 62 વર્ષ બાદ મળ્યા મહિલા સાંસદ
1962 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે જયારે બનાસકાંઠા બેઠક પરથી મહિલા સાંસદ તરીકે ગેનીબેન ઠાકોર ચૂંટાયાં. જયારે ગુજરાતમાં એવા નવ મતવિસ્તારોની વાત કરીએ જ્યાં કોઈપણ પક્ષની કોઈ મહિલા ઉમેદવાર ક સાંસદ બન્યા ના હોય જેમાં અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર, પોરબંદર, પાટણ, પંચમહાલ, ખેડા, ભરૂચ, વલસાડ અને નવસારીનો સમાવેશ થાય છે
ગુજરાતમાં લગભગ 2.39 કરોડ મહિલા મતદારો છે, જે કુલ મતદારોના લગભગ 50 ટકા છે.આ ચૂંટણીની વાત કરીએ તો 2024ની ચૂંટણીમાં ભાજપે માત્ર ચાર મહિલાઓને મેદાનમાં ઉતારી હતી,તેમાંથી 3 મહિલા સાંસદ જીતી અને એક મહિલા સાંસદ નો પરાજય થયો. એવી જ રીતે કોંગ્રેસે પણ આ વખતે લોકસભાની ચૂંટણીમાં માત્ર 4 મહિલા ઉમેદવારોને જ મેદાનમાં ઉતર્યા હતા તેમાં થી એક મહિલા સાંસદ ની જીત અને ત્રણ મહિલા સાંસદ ની હાર થઈ.
આ વખતે જે મહિલા સાંસદોઆવ્યા છે, તેમાં જામનગર બેઠક પરથી પૂનમ માડમ, સાબરકાંઠા બેઠકથી શોભનાબેન બારૈયા, ભાવનગર બેઠકથી નીમુબેન બાંભણિયા અને બનાસકાંઠા બેઠકથી ગેનીબેન ઠાકોર ચૂંટાઈ આવ્યા છે. જામનગરથી પૂનમ માડમ સતત ત્રીજી વાર ચૂંટાઈ આવ્યા છે. અગાઉ 2014 થી લઈને 2019માં પણ ચૂંટાયા હતા
મહિલાઓનું પ્રતિનિધિત્વ ઘટી રહ્યું છે
ગુજરાતમાં મહિલા સાંસદો અને ઉમેદવારોનું પ્રતિનિધિત્વ સતત ઘટ્યું છે ગુજરાતની 26 બેઠકોમાંથી બંને પક્ષોએ માત્ર ચાર મહિલા ઉમેદવારોને જ ટિકિટ આપી હતી.
ગુજરાતમાંથી કેટલા મહિલા સાંસદ ચૂંટાઈ આવ્યા હતા.
વર્ષ 2004ની ચૂંટણીમાં 11 મહિલા ઉમેદવારોમાંથી 1
2009ની ચૂંટણીમાં 26 મહિલા ઉમેદવારમાંથી 4,
2014ની ચૂંટણીમાં 16 મહિલા ઉમેદવારમાંથી 4,
2019ની ચૂંટણીમાં 28 મહિલા ઉમેદવારમાંથી 6