રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે 8 અને 9 જૂન ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા જણા વી છે. ઉપરાંત મુંબઇ અને દક્ષિણ ગુજરાતમાં 8-10 દિવસ વરસાદની શરુઆત થોડી મોડી થશે.
હાઈલાઈટ્સ
- વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
- 8 અને 9 જૂનની વચ્ચે ગુજરાતમાં પડશે વરસાદ
- 7થી 12 જૂન સુધીમાં રાજ્યમાં પ્રિ- મોન્સુન એક્ટીવીટિ શરૂ થશે
- મુંબઇ અને દક્ષિણ ગુજરાતમાં 8-10 દિવસ મોડો વરસાદ થશે
- અમદાવાદમાં જૂનના અંતિમ સપ્તાહમાં વરસાદ પડશે
રાજ્યમાં 5 જૂને વલસાડ અને નવસારીના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. હવે ગુજરાતના હવામાન વિભાગની આગાહી નુજબ સાજ્યમાં 7થી 12 જૂન સુધીમાં અમદાવાદ સહિત રાજ્યમાં પ્રિ- મોન્સુન એક્ટીવીટિ શરૂ થશે. પરંતુ હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખતા એવું દેખાઈ રહ્યું છે કે, નૈરૂત્યનું ચોમાસું મુંબઇ અને દક્ષિણ ગુજરાતમાં 8-10 દિવસ હજુ વરસાદ ખેંચાવાની શક્યતા છે. અમદાવાદમાં જૂનના અંતિમ સપ્તાહમાં વરસાદ પડશે તેવી ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 8 જૂને દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના દીવ અને ગીર સોમનાથમાં વરસાદ પડશે. 9 જૂને પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદ પડશે.